Close
  • About
  • Community Service
  • Gallery
    • Photos Gallery
    • Newspaper Articles
    • Press Articles
    • Videos Gallery
  • Blog
  • Honors and Awards
A Man with Midas Touch – VASANTBHAI HARIBHAI GAJERA
August 2, 2021

“વાત્સલ્યધામ” – એક સંસ્થા નહિ , એક વિચારધારા.

“માંગીને મેળવેલું અનાજ ટુંકા ગાળામાં પતિ જશે, વાવેલું અનાજ અનેક ઘણું થઇ પરત મળશે.”

તમામ સ્નેહીજનોને નમસ્કાર,

સૌ કુશળ હશો. કોરોનાની કપરી પરિસ્થિતિમાં સૌ એક બીજાનો સાથ બની મક્કમતાથી સમાજહિત માટે આગળ આવ્યા અને માનવતાને મહેકાવી તે બદલ સૌને અભિનંદન.

આજે મારે એક ખાસ બાબત પર આપની સાથે વાત કરવી છે. ‘વાત્સલ્યધામ’નું નામ કદાચ આપ સર્વે જાણતા હશો, અને ના જાણતા હોવ તો તે અંગે માહિતી મેળવવા મારી અંગત ભલામણ છે. ગજેરા ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સંસ્થા સમાજમાં અનાથ, તરછોડાયેલા અને નિરાધાર બાળકોનું ઘર છે. અહી આવા બાળકોને રહેવા, જમવા, ભણવા સાથે જીવન મુલ્યો અને કૌશલ્યોની તાલીમ આપી પરિપકવ ઉંમરે સમાજમાં

સફળ થાય તે માટે ઘનિષ્ઠ પ્રયત્નો કરવામાં આવે છે. કોઈપણ પ્રકારનો સરકારી કે બિનસરકારી આર્થિક સહયોગ લીધા વગર માત્ર ગજેરા ટ્રસ્ટ દ્વારા આ સંસ્થાની જવાબદારી લેવામાં આવે છે.

આજે વાત્સલ્યાધામમાં 800 થી વધારે બાળકો પોતાનું જીવન ઘડતર કરી રહ્યા છે. મારું તો લક્ષ્ય છે કે વાત્સલ્યધામમાં ૨૦૦૦ બાળકોની સેવા કરી શકું. આ માટે ભારતના કોઈપણ જગ્યાનું બાળક વાત્સલ્યાધામમાં આવી શકે છે. હું સમગ્ર દેશના બાળકો માટે કામ કરતા N.G.O. ને જનાવું છું કે આપના ધ્યાનમાં એવું કોઈ બાળક હોય કે જે નિરાધાર હોય તો અમારું જરૂરથી ધ્યાન દોરશો, અમે તેને અમારા વાત્સલ્યધામ પરિવારમાં સમાવી લઈશું. કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાત થી બંગાળ સુધીની તમામ સેવાભાવી સંસ્થાઓ આ માટે અમને સહયોગ આપશે એવી મને ચોક્કસ ખાતરી છે.

વાત્સલ્યધામ શા માટે ? શું આવી એક સંસ્થાથી સમાજમાં નિરાધાર બાળકોનો ઉદ્ધાર થઇ જશે ? આવા અનેક પ્રશ્નો છે. હું જાણું છું કે આપણા દેશમાં આવી હજારો સંસ્થાઓની જરૂર છે. વાત્સલ્યધામ એ તો માત્ર દિશાસૂચક સંસ્થા છે. જેમના ઉપર લક્ષ્મીજીની કૃપા છે તેવા સેવાભાવી લોકોએ વાત્સલ્યધામમાંથી પ્રેરણા લઇ જરૂરિયાતમંદ બાળકો માટે સેવાયજ્ઞ કરવાની જરૂર છે. હું જાણું છું કે આ લાગે એટલું સરળ નથી, પરંતુ અમે ૧૫ વર્ષથી આ સંસ્થા ચલાવીએ છીએ અને અમારો અનુભવ છે કે થોડી વિશેષ કાળજી રાખવામાં આવે તો આ કામ પણ થઇ શકે. એટલે મારી સમાજના એવા શ્રીમંત લોકોને અપીલ છે કે જો ભગવાને તમને સક્ષમ બનાવ્યા છે તો આપ પણ જરૂરિયાતમંદ લોકોની વહારે આવો. વિશ્વમાં જીવનચક્ર ત્યારે જ સંતુલિત રહે જયારે સક્ષમ લોકો જરૂરિયાતમંદ લોકોનો હાથ પકડે અને એમના જીવન ઉદ્ધાર માટે પ્રયત્ન કરે. વાત્સલ્યધામ શરુ કરવાનો બીજો આશય એ છે કે ગામે ગામ એવા રોલમોડલ તૈયાર કરવા કે જેને જોઇને ગામના બાળકો પ્રેરણા લે અને પોતાના જીવનમાં સફળ થાય. મિત્રો, અંતરિયાળ વિસ્તારોમાં જીવન વર્ષોથી એક ધારુ ચાલતું રહે છે. પેઢી દર 

પેઢી એક જ વિચારશરણી પ્રમાણે લોકો જીવે છે. જયારે આવા ગામમાંથી એક બાળક ભણી-ગણી ને આગળ આવે અને સારા આર્થિક ઉપાર્જન થકી ગુણવત્તા યુક્ત જીવન જીવે ત્યારે આવા બાળકને જોઇને ગામના બીજા લોકોને તે તરફની નવી દિશા અને વિચરો મળે. ધીમે ધીમે આખું ગામ રૂઢિગત જીવનશૈલીથી બહાર આવી શિક્ષણ અને કૌશલ્ય પારંગતતા માટે હકારાત્મક બનશે. જેનાથી ગામ અને એ સમાજ આત્મનિર્ભર થશે અને બીજાની મદદ વગર પણ જીવનમાં સફળ થઇ શકશે. આજે વાત્સલ્યાધામમાં 800 કરતા વધારે દીકરા દિકરીઓ રહીને જીવન રાહ પર સફળતા મેળવવા પોતાની જાતને તૈયાર કરી રહ્યા છે. મોટાભાગના બાળકો અત્યંત છેવાડાના ગામડા માંથી આવે છે. આ બાળકો ભવિષ્યમાં તેમના ગામના બીજા બાળકો માટે દીવાદાંડી સમા પુરવાર થશે. જેનાથી સ્થાનિક કક્ષાએ મોટું પરિવર્તન આવશે. આમ, આ 800 બાળકો 800 ગામના ઉદ્ધારક બનશે. બીજાની આશા કે મફતમાં મળતી સવલતોની આશા છોડી ખરા અર્થમાં આત્મનિર્ભર બનશે. કોઈને થોડા સમયનું અનાજ કે જીવન ઉપયોગી વસ્તુઓ આપીશું તો એ તો થોડા વખતમાં પતિ જશે. અને તે જ્યાં હતા ત્યાં ના ત્યાં જ  રહેશે. જો તેમના જીવન ધોરણ બદલવા હશે તો તેમના હૃદયમાં પ્રગતિશીલ વિચારોના બીજ રોપવા પડશે જે અંકુરિત થઇ અનેક ગણો પાક આપશે. તેમનામાં હકારાત્મક વિચારો અને સફળ થવા માટેની તાલાવેલી જગાવીશું તો ચોક્કસ પરિવર્તન આવશે. તેની મને ખાત્રી છે.

વાત્સલ્યધામ જેવી અનેક સંસ્થાઓની જરૂર છે. અનેક આશાસ્પદ બાળકો કાળજી વગર ખુબ નાલેશીભર્યું જીવન જીવી રહ્યા છે. આ માટે જવાબદાર કોણ ? જે બાળકમાં ઉચ્ચત્તમ સ્થાને પહોચવાની ક્ષમતા છે એ માત્ર માર્ગદર્શન અને થોડી સગવડોને અભાવે અત્યંત કઠોર જીવન જીવવા મજબુર થાય તે વાત શાલીન સમાજ માટે શરમ જનક છે. સૌ સાથે મળી, સૌ એક બીજાનો હાથ પકડી આગળ વધીશું તો સમાજમાં ઉભી થયેલી ગરીબ-શ્રીમંત વચ્ચેની ઊંડી ખાઈ ભરીને નજીક આવી શકીશું.

                આપ સૌને વાત્સલ્યાધામના મહેમાન બનવા ભાવપૂર્ણ આમંત્રણ સહ….

શ્રી વસંતભાઈ એચ. ગજેરા.
પ્રમુખશ્રી, વાત્સલ્યધામ.

Views: 864
Share
0

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

One Happiness

રચનાત્મકતા ધરાવતા યુવાનો કે જે આધુનિક નવીનતમ વિચારધારાથી સંપન્ન હોય, તેમને ખીલવાની અને વિકસવાની સમાન તક હોય તથા જેઓ One Happiness ના સિધ્ધાંત સાથે સૌના જીવનને સમૃધ્ધ કરે તેવા યુવાનોના સથવારે એક મજબૂત અને પ્રગતિશીલ સમાજની સંરચના કરવી.

One Mission

અમે સર્વાંગી શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના સમગ્ર વિકાસ ઉપર ભાર પૂર્વક ધ્યાન આપી રહયા છીએ.

Shortcut Links

  • laxmidiamond.com
  • gajeratrust.org
  • vatsalyadham.org
  • laxmi.edu.in
  • smcgh.edu.in
  • laxmideveloper.com
  • smakerspace.com

© 2025 Vasant Gajera. All Rights Reserved.