“માનવીય ચહેરાની અંદર રહેલા કોમળ હૃદય વાળા સફળ ઉદ્યોગપતિ.”

ખરા અર્થમાં અસ્તિત્વનો મહિમા, ઘણા ઓછા સફળ અને સમર્થ વ્યક્તિઓ માનવીય જવાબદારીઓને સમજી તેના માટે કાર્ય કરે છે. વસંતભાઈ તેમાના એક છે. તેઓ ખરા અર્થમાં અતિ પરોપકારી હૃદય ધરાવતા ઉદ્યોગપતિ છે.

સામાજિક ક્ષેત્રે યોગદાન

edu-icon

શૈક્ષણિક ક્ષેત્ર

શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા ચેરી.ટ્રસ્ટના નેજા હેઠળ 9 કેમ્પસમાં શાળાઓ અને 19 કોલેજોમાં 58000 જેટલા વિદ્યાર્થીઓ માટે સર્વાંગી શિક્ષણની પહેલ.

hel- icon

સ્વાસ્થ્ય ક્ષેત્ર

લક્ષ્મી ડાયમંડ અને લક્ષ્મી ગ્રુપ ઓફ કંપની સાથે મળી ગજેરા ટ્રસ્ટ ધ્વારા સામાજિક સ્વાસ્થ્ય સંરક્ષણ માટેની અનેક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.

edu-icon

સામાજિક ઉત્તરદાયિત્વ

ગજેરા ટ્રસ્ટના ઉદ્દભવતા વિચારબિંદુમાં જ સમાજમાં જરૂરિયાત મંદોની સેવા રહેલી છે. સેવાકીય જ્યોત પ્રગટાવનાર એવા ટ્રસ્ટના સ્થાપક હંમેશા પોતાના ઉત્તરદાયીત્વ માટે તત્પર છે.

“આપ હંમેશા જે લક્ષ્યસિદ્ધિની ઈચ્છા રાખો છો તે હાંસલ કરવાનો એક માત્ર માર્ગ સતત સક્રિયતા અને સમર્પણ છે.”
– શ્રી વસંતભાઈ ગજેરા

અમારા પૂજ્ય માતૃશ્રી શ્રીમતી શાંતાબેન હરીભાઇ ગજેરા ની સ્નેહસ્મૃતિમાં ગજેરા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. ટ્રસ્ટની સ્થાપના થઇ ત્યારથી ટ્રસ્ટ અને તેના સાથે જોડાયેલા વ્યક્તિઓની વિચારધારા સમાજના તમામ વ્યક્તિઓના પ્રગતિશીલ વિકાસ માટેની રહી છે

સમાજના દરેક વ્યક્તિઓના સશક્તિકરણમાં અને દરેક માટે મદદરૂપ થવામાં અમે દ્રઢ પણે માનીએ છીએ. જીવનનું અંતિમ લક્ષ્ય એટલે “સુખ”, અને અમે તમામ લોકો સુખી થાય તેવા “One Happiness”ના સિદ્ધાંતના પ્રસાર માટે સતત કાર્ય કરીએ છીએ.

તમામ લોકોને પ્રગતિ કરવાની સમાન તક મળે તે આશયથી ગજેરા ટ્રસ્ટ મહદ્ અંશે અંતરિયાળ અને ગ્રામિણ વિસ્તારોમાં કાર્યરત છે. વસંતભાઈ ગજેરા દરેક બાળકના પુનર્વસન તથા તેમની સુશુપ્ત શક્તિઓને જાગૃત કરી ઉચ્ચતમ સ્થાને પહોંચાડવાનું દ્રઢ લક્ષ્ય ધરાવે છે. તેમના દ્વારા સ્થાપિત “વાત્સલ્યધામ” એ એવી સંસ્થા છે જે અનાથ અને સમાજમાં તરછોડાયેલા બાળકોના કરમાયેલા આત્માને નવા પ્રેમ અને જુસ્સાથી ખિલવવાનું કાર્ય કરે છે. અહીં શાળાના વર્ગખંડમાં અને વર્ગની બહાર બાળકોને એવી કેળવણી આપવામાં આવે છે કે જેથી બાળક ભવિષ્યમાં આવનારી તકોનો લાભ લઇ શકે અને આવનાર પડકારોનો સફળતાપૂર્વક સામનો કરી શકે.

2014માં શ્રી વસંતભાઈ ને તેમના સામાજિક ઉત્થાન માટેના કાર્યો માટે, તેમની સંગઠન ભાવના, ખંત, ઉત્સાહ અને સખત પરિશ્રમ માટે અમરેલીના લોકોએ “વતનના રતન” બિરુદ આપ્યું હતું.

Video Gallery