શિક્ષણ ક્ષેત્રે યોગદાન
Sankul, Amreli
- Smt. S. H. Gajera Shaikshanik Sankul
- Smt. S. H. Gajera MBA Mahila College
Sankul, Amreli
- Smt. S. H. Gajera Shaikshanik Sankul
- Smt. S. H. Gajera MBA Mahila College
૨૫ ડિસેમ્બર ૧૯૯૭ ના રોજ મહિલા કેમ્પસનો શિલાન્યાસ કરવામાં આવ્યો. ૨૭ એકરમાં પથરાયેલ આ વિશાળ કેમ્પસમાં બાળભવનથી ધો-૧૨સુધીનું શિક્ષણ આપતી ગુજરાત બોર્ડ સંલગ્ન ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળાઓ તથા બાલભવન ધો-૧૦ સુધીની ICSE સલગ્ન શાળામાં ઉત્તમ શિક્ષણ અપાય છે. અહીં ઉચ્ચશિક્ષણ આપતી ૧૭ કોલેજ અને બે ડીસ્ટન્સ લર્નિગ સેન્ટર પણ ચલાવામાં આવી રહ્યા છે. આ કેમ્પસમાં કુલ ૯૦૦૦ જેટલી દીકરીઓનું ઉત્તમ જીવન ઘડતર થઈ રહું છે. શ્રી અમરેલી જીલ્લા લેઉવા પટેલ ટ્રસ્ટ ધ્વારા સંચાલિત આ કેમ્પસમાં શ્રી વસંતભાઈ ગજેરા પૂર્વ પ્રમુખ તથા ટ્રસ્ટી તરીકે સતત સેવા આપી રહયા છે. ગજેરા ટ્સ્ટ અહીં મુખ્ય દાતા તરીકે ભૂમિકા અદા કરી રહયું છે.
Vidyavihar, Amreli
- Smt. Shantaben Haribhai Gajera Prathmik Shala – Gujarati Medium
- Smt. Champaben Vasant Gajera Madhyamik Shala – Gujarati Medium
- Smt. Shantaben Haribhai Gajera Primary School – English Medium
૧૦૫ એકરમાં ફેલાયેલા આ વિશાળ શૈક્ષણિક સંકુલમાં શાળાઓ, વિવિધ કોલેજો તથા ક્વાટર્સ સાથેની આધુનિક સુવિધાઓ સાથે ઉત્તમ સર્વાંગી શિક્ષણ માટેનું આધુનિક નોલેઝ સેન્ટર છે.અહી ગ્રામ્ય વિસ્તારના ૬૦૦૦ કરતા વધારે બાળકોનું જીવન ઘડતર થઈ રહયું છે. ૨૦૧૦ માં જ્યારથી ગજેરા ટ્રસ્ટ ધ્વારા આ કેમ્પસની બાગદોર સંભાળવામાં આવી ત્યારથી કેમ્પસની કાયાપલટ થઈ છે. શિક્ષણની ગુણવતામાં આમુલ પરિવર્તન સાથે ટેકનોલોજી અને આધુનિકતા જોવા મળી છે. ગજેરા બંધુઓએ માદરે વતનમાં આ બીજા કેમ્પસના પ્રગતિ પંથમાં યોગદાન આપવાની સાથે અમરેલી શૈક્ષણિક અને ઉત્તમ નાગરિક નિર્માણ માટેનું કેન્દ્રબિંદુ બન્યું છે.
Vidyavihar, Amreli
- Smt. Shantaben Haribhai Gajera Prathmik Shala – Gujarati Medium
- Smt. Champaben Vasant Gajera Madhyamik Shala – Gujarati Medium
- Smt. Shantaben Haribhai Gajera Primary School – English Medium
ગુજરાતના અત્યંત અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર ખાતે ૧૨૦ એકર જગ્યામાં જુન ૨૦૦૭ માં શિક્ષણધામ સેવા લક્ષ્મી વિદ્યાપીઠની સ્થાપના ગજેરા ટ્રસ્ટ ધ્વારા કરવામાં આવી. અહી બે સ્કુલ (CBSE & CIE) તથા પ્રોફેસનલ કોમર્સની કોલેજમાં જેટલા વિદ્યાર્થીઓ ગુણવતા યુક્ત શિક્ષણ મેળવી રહયા છે. શહેરી વિસ્તારથી દુર પ્રાકૃતિક સૌંદર્ય સાથેનું કુદરતના ખોળે બનાવામાં આવેલ આ કેમ્પસ વિદ્યાર્થીઓ માટે આધુનીક શિક્ષણ અને સાંસ્કૃતિક મુલ્યોના સવર્ધન માટેનું ઉત્તમ સ્થાન છે. અહીં બાળકોની શારીરિક, માનસિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષમતાઓનું ઉત્તમ સવર્ધન કરવામાં આવે છે. અહીનું તંદુરસ્ત, ઉષ્માભર્યું અને નવી તકોથી ભરપુર વાતાવરણ બાળકોને જીવનમાં આવનારા પડકારો માટે આત્માવિશ્વાસ અને મજબૂત મનોબળ પૂરું પાડે છે.
Katargam, Surat
- Smt. S. H. Gajera Pre-Primary School – Gujarati Medium
- Smt. S. H. Gajera Primary School – Gujarati Medium
- Smt. S. H. Gajera Secondary & Higher secondary School – Gujarati Medium
- Shree H. J. Gajera Pre-Primary English School – GSEB
- Shree H. J. Gajera Primary English School – GSEB
- Shree H. J. Gajera Secondary & Higher Secondary English School – GSEB
- Gajera International School (CBSE)
૧૯૯૯ માં સુરતના કતારગામ જેવા નિમ્ન મધ્યમ વર્ગીય વિસ્તારમાં જુજ સંખ્યાથી શરુ થયેલ ગજેરા વિધ્યાભવનમાં અને GSHEB અને CBSE ની ગુજરાતી-અંગ્રેજી માધ્યમની વિવિધ શાળાઓમાં ૧૫,૦૦૦ કરતા વધારે બાળકોને સર્વાંગીક શિક્ષણ આપવામાં આવી રહયું છે.૧૯૯૯ માં જયારે અંગ્રેજી માધ્યમની શાળાઓ નહીવત હતી ત્યારે શાળા સંચાલકની દુરદેશી અને ભવિષ્યની સચોટ દિશાસૂચકતા ને લઈને પ્રથમ અંગ્રેજી માધ્યમની શાળા અહીં શરૂ કરવામાં આવી હતી. પ્રથમ વર્ષે જ આ કેમ્પસમાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. શાળા ધ્વારા સતત વર્ષો સુધી શિક્ષણ અને સહશિક્ષણને લાગતી પ્રવુતિઓ ધ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ સાધવા માટેના પ્રયત્નોના પરિણામે અહીંથી ભણીને નીકળેલા વિધાથીર્ઓ કાર્યક્ષેત્રમાં ઉચ્ચ સફળતા મેળવી રહયા છે. ગજેરા વિદ્યાભવન, કતારગામ વિસ્તારમાં વૈશ્વિક કક્ષાનું શિક્ષણ નજીવી ફી માં આપી સમાજમાં શિક્ષણની જરૂરિયાત ને સંતોષવામાં સફળતા પ્રાપ્ત કરે છે.
Katargam, Surat
- Smt. S. H. Gajera Pre-Primary School – Gujarati Medium
- Smt. S. H. Gajera Primary School – Gujarati Medium
- Smt. S. H. Gajera Secondary & Higher secondary School – Gujarati Medium
- Shree H. J. Gajera Pre-Primary English School – GSEB
- Shree H. J. Gajera Primary English School – GSEB
- Shree H. J. Gajera Secondary & Higher Secondary English School – GSEB
- Gajera International School (CBSE)
Pal, Surat
Pal, Surat
CBSE સંલગ્ન ગજેરા ગ્લોબલ સ્કુલની સ્થાપના એપ્રિલ-૨૦૧૪ માં કરવામાં આવી હતી. અહીં ટેકનોલોજી અને પર્યાવરણને એક સાથે સાંકણી શિક્ષણની નવીનત્તમ પધ્ધતિ ધ્વારા બાળકોને ભાવી વિશ્વના નાગરિક તરીકે તૈયારી કરવામાં આવી રહયા છે. શાળા ધ્વારા બાળકોનો શારીરિક, માનસિક અને સાવેગિક વિકાસ સાધવા પર વધુ ભાર આપવામાં આવે છે. ટેકનોલોજી સાથે શિક્ષણ પર્યાવરણ સાથે શિક્ષણ અને અલગ અલગ વિષયોના અનુસંધાન સાથેનો શિક્ષણ પધ્ધતિ અહીંની વિશેષતા રહી છે. આ કેમ્પસમાં વર્ગદીઠ મર્યાદિત બાળકોની સંખ્યા સાથે કુલ ૪૦૦ જેટલા બાળકો પોતાને ભાવી જીવન માટે તૈયારી કરી રહયા છે.
સચીન એટલે સુરતનો સાવ છેવાડાનો વિસ્તાર. આસપાસના ગ્રામ્ય વિસ્તાર તથા સચીનનો ઔધોગિક વિસ્તાર મહદ અંશે પરપ્રાંતિય લોકોની સંખ્યા ધરાવે છે. તથા અહીં ગુણવતા સભર શિક્ષણ આપતી સંસ્થાઓ અછત જોઈ ગજેરા ટ્રસ્ટ ધ્વારા ૨૦૦૯ માં ગજેરા વિદ્યાભવનની શાળા શરુ કરી. કુદરતી વાતાવરણમાં વિકસિત આ શાળામાં આજે ૮૦૦ જેટલા બાળકો સર્વાંગી શિક્ષણ મેળવી રહયા છે.
Utran, Surat
- Smt. S. H. Gajera Pre-Primary School – Gujarati Medium
- Smt. S. H. Gajera Primary School – Gujarati Medium
- Smt. S. H. Gajera Secondary & Higher Secondary School – Gujarati Medium
- Shree H. J. Gajera Pre-Primary English School – GSEB
- Shree H. J. Gajera Primary English School – GSEB
- Shree H. J. Gajera Secondary & Higher Secondary English School – GSEB
- Gajera International School (CBSE)
Utran, Surat
- Smt. S. H. Gajera Pre-Primary School – Gujarati Medium
- Smt. S. H. Gajera Primary School – Gujarati Medium
- Smt. S. H. Gajera Secondary & Higher Secondary School – Gujarati Medium
- Shree H. J. Gajera Pre-Primary English School – GSEB
- Shree H. J. Gajera Primary English School – GSEB
- Shree H. J. Gajera Secondary & Higher Secondary English School – GSEB
- Gajera International School (CBSE)
શહેરી વિસ્તારના વિસ્તરણ સાથે નવા વિકાસ પામેલા ઉત્રાણ વિસ્તારમાં ઉભી થયેલી શિક્ષણની જરૂરીયાતને પહોંચી વળવા વર્ષ ૨૦૦૯ માં અહીં ગજેરા વિદ્યાભવન –ઉત્રાણ ની શરૂઆત કરવામાં આવી અહી પણ કતારગામ શાખા ની માફક ઉચ્ચ ગુણવતા યુક્ત સર્વાંગી શિક્ષણ આપતી સંસ્થાનું અધતન અને આધુનિક સુવિધાવાળુ વિશાળ શાળાનું નિર્માણ થતા આ વિસ્તારની શિક્ષણ જરૂરિયાત પૂરી કરવામાં સફળતા મળી છે. આજે આ કેમ્પસમાં GSHEB & CBSE ની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં કુલ ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉચ્ચકક્ષાનું શિક્ષણ મેળવી રહયા છે.
Medical College, Amreli
શાંતાબા મેડીકલ કોલેજની સ્થાપના સાથે જ ગજેરા બંધુઓનું માદરે વતન અમરેલી ની સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પડવાનું સ્વપ્ન સાકાર થયું છે. અમરેલી ખાતે શરુ કરવામાં આવેલ શાંતાબા મેડીકલ કોલેજ થકી સમગ્ર જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોની સ્વાસ્થ્ય સુખાકારીમાં મોટું યોગદાન મળશે. ૨૦૧૭ માં શરુ થયેલી આ મેડીકલ કોલેજનો લાભ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને મળશે.
Medical College, Amreli
Vatsalyadham, Surat
Vatsalyadham, Surat
ગજેરા ટ્રસ્ટ દ્વારા સંચાલિત અદભૂત શાળા એટલે “વાત્સલ્યધામ પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા “. ૨૫ મે ૨૦૦૫ માં સ્થાપિત એવી માત્ર અનાથ અને તરછોડાયેલા દીકરા – દિકરીઓનું નિઃશુલ્ક જીવન ઘડતરનું કામ કરતી આ શાળામાં આજે 800 કરતા વધારે બાળકો સર્વાંગી શિક્ષણ તથા જીવન કૌશલ્યો સભર તાલીમ મેલ્વીરાહ્ય છે.શિક્ષણ પ્રદાનનો ખરો આત્મસંતોષ અહી પ્રાપ્ત થાય છે.
સ્વાસ્થ્ય સેવાકીય પ્રવૃત્તિઓ
રક્તદાન કેમ્પ
1999 માં કતારગામ ખાતે ગજેરા વિદ્યાભવનની સ્થાપના થઇ ત્યારથી આજ દિન સુધી સતત પ્રતિવર્ષ વર્ષમાં બે વખત (26 જાન્યુઆરી & 15 ઓગષ્ટ) ના દિવસે ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા આજદિન સુધી 11000 કરતા વધારે યુનિટ રક્ત એકઠુ કરી જરૂરિયાતમંદોના જીવન રક્ષણ માટે મહત્વનું યોગદાન આપવામાં આવેલ છે. લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે આયોજિત વિશ્વા વિક્રમી રક્તદાન કેમ્પમાં ગજેરા ટ્રસ્ટ દ્વારા સૌથી વધુ રક્તદાન કરાવી મોટાપાયે જનજાગૃતિ ફેલાવી હતી.
સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ
ગજેરા ટ્રસ્ટ દ્વારા અવાર-નવાર સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. શહેરના જાણીતા અને ખ્યાતનામ ડોક્ટર્સના સહયોગથી અને ટ્રસ્ટના સ્વયંસેવકોના સથવારે આવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ માટેનો સંપૂર્ણ આર્થિક સહયોગ ગજેરા ટ્રસ્ટ અને લક્ષ્મી ડાયમંડ દ્વારા આપવામાં આવે છે. શહેરી વિસ્તારમાં આયોજિત આવા કેમ્પ માં ઝુપડપટ્ટીના અને અત્યંત ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે ખુબ ઉપયોગી થાય છે. આ સાથે ટ્રસ્ટ દ્વારા વલસાડ-ડાંગ અને તાપી જેવા છેવાડાના જિલ્લાઓના આદિવાસી વિસ્તારોમાં પણ નિયમિત રીતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે.જેમાં કેમ્પમાં આવતા દર્દીઓનું ચેકઅપ કરી ત્યાંજ જરૂરી દવાઓ આપવામાં આવે છે.
નેત્ર ચકાસણી કેમ્પ અને નેત્રદાન જાગૃતિ અભિયાન
ટ્રસ્ટ દ્વારા સમયાંતરે આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે સ્વજનોના દેહાંત બાદ તેમના નેત્ર અને દેહના દાન કરવા માટેના જન-જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે. આદિવાસી વિસ્તારોમાં મોતીયાના ઓપરેશન માટે પણ ટ્રસ્ટ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવે છે. દર વર્ષે 50 દર્દીઓને ઓપરેશન માટેનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવે છે.
શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી
અમરેલી શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલ કે જે અત્યંત બિસ્માર હાલતમાં હતી અને જરૂરી સગવડોનો અભાવ હતો , આવી હોસ્પિટલને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ અંતર્ગત હસ્તગત કરી લાખો રૂપિયાનો સહયોગ આપી ગજેરા ટ્રસ્ટ દ્વારા કાયાપલટ કરવામાં આવી છે. ખ્યાતનામ પ્રાઇવેટ હોસ્પિટલોમાં મળતી સુવિધાઓ તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવી અમરેલી જિલ્લા સહીત સમગ્ર સૌરાષ્ટ્ર માટે શાંતાબા હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે.
મેડીકલ વાન
અમરેલી જિલ્લાના છેવાડાના ગામડાઓના લોકો સામાન્ય બીમારીમાં હોસ્પિટલ સુધી પહોચી શકતા નથી , પરિણામે બીમારી ગંભીર રૂપ ધારણ કરી લેતી હોય છે અને દર્દી ખુબ મુશ્કેલીમાં મુકાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ગજેરા ટ્રસ્ટ દ્વારા મેડીકલ વાનની સુવિધા શરુ કરવામાં આવી. દર્દીઓને ઘર આગણે જ સારામાં સારી મેડીકલ ટ્રીટમેન્ટ મળી રહે તે માટે તજજ્ઞ ડોક્ટર અને પેથોલોજી લેબ સહિતની સુવિધા યુક્ત આધુનિક મેડીકલ વાન નિયમિત સમય પત્રક પ્રમાણે ગામે ગામ જઈને દર્દીઓની તપાસ કરી દવા આપે છે.
મહામારી અને કુદરતી આપત્તિ સમયે રાહત કાર્યો
વિશ્વમાં અવાર-નવાર કુદરતી આપદાઓ આવતી હોય છે. આવા સમયે સક્ષમ પણ લાચાર બની જતા હોય છે. કુદરતી અપદાના સમયે સૌથી મોટો ખતરો રોગચાળો ફેલાવાનો હોય છે. ગજેરા ટ્રસ્ટ આવા સમયે લોકોને મેડીકલ સહાય મળી રહે તે માટે હંમેશા તત્પર રહે છે.
કોવીડ-19 જેવી મહામારીના સમયમાં પણ ગજેરા ટ્રસ્ટ દ્વારા ઇએસોલેશન સેન્ટરો પર જરૂરી આર્થિક અને માનવીય સહાય પૂરી પાડવામાં આવી .મેડીકલ સાધન સામગ્રી અને દવાઓ પણ જરૂરિયાતમંદો ને પહોચાડવામાં આવી
મેડીકલ ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓમાં આર્થિક સહયોગ
મેડીકલ ક્ષેત્રે કાર્ય કરતા ઘણા પબ્લિક ટ્રસ્ટને ગજેરા ટ્રસ્ટ આર્થિક સહયોગ પૂરો પડે છે. સુરતમાં જાણીતી એવી મહાવીર હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ અને પ્રાણનાથ હોસ્પિટલ માં માતબર દાન આપી શ્રી ચુનીભાઈ ગજેરા ટ્રસ્ટી તરીકે પણ સેવા આપે છે. આ સિવાય સનેક સંસ્થાઓમાં ગજેરા ટ્રસ્ટ હંમેશા ઉદાર રીતે આર્થિક સહયોગ આપવા તત્પર રહે છે.
સમાજ સેવાકીય પ્રવૃત્તિઓ
ફૂડ કીટ વિતરણ
ટ્રસ્ટ દ્વારા વલસાડ અને ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં અનાજ,તેલ ,મસાલા જેવી ખાદ્ય સામગ્રીની કીટ તૈયાર કરી ગામે ગામ વિતરણ કરવામાં આવે છે. સાથે સાથે બાળકોને ભણવા માટે ઉપયોગી વસ્તુઓ આપવામાં આવે છે.
સંસ્થાઓને આર્થિક સહયોગ
ગજેરા ટ્રસ્ટ જ્યાં રૂબરૂ હાજર રહીને સહાયના કર્યો ના કરી શકે ત્યાં સેવાભાવી સંસ્થાઓને આર્થિક સહયોગ આપે છે. સૌરાષ્ટ્રમાં પાણીની અછત ને પહોચી વળવા ગામ માંજ ચેક ડેમ બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવે છે. આ સિવાય શાળાઓના નિર્માણમાં , હોસ્પિટલોમાં પણ સહયોગ આપવામાં આવે છે.
કુદરતી આપદા સમયે સહાય
કુદરતી આફત્તીઓના સમયમાં તમામ લોકો લાચારી અનુભવતા હોય તેવા સમયે ગજેરા ટ્રસ્ટ જરૂરિયાતમંદ લોકોને ફૂડકીટ, ઘરની જરૂરી સાધન સામગ્રી અને દવાઓની સહાય કરે છે.
વિધવા સહાય
વિધવા અને ત્યાગતા બહેનોને ટ્રસ્ટ સહાય પૂરી પડે છે. ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં તેમના બાળકોને ફી ભરવા માટે સ્કોલરશીપ અપાય છે. આ સિવાય પણ ક્યારેક રોજગાર લક્ષી સાધનો ની સહાય પણ કરવામાં આવે છે.
વાત્સલ્યધામ
જયારે એક આશાસ્પદ બાળકને યોગ્ય ઉછેર ના મળે ત્યારે તેનું ભવિષ્ય અંધકારમય થઇ જતું હોય છે. સમાજમાં એવા કેટલાય બાળકો હોય છે જે પરિસ્થિતિના કારણે યોગ્ય ઉછેર મેળવી શકતા નથી. ગજેરા ટ્રસ્ટ દ્વારા મે-૨૦૦૫ માં આવા અનાથ અને તરછોડાયેલા બાળકોના જીવન ઘડતર માટે “વાત્સલ્યધામ”ની સ્થાપના કરી. અહી બાળકોને સર્વાંગી શિક્ષણ સાથે જીવન મુલ્યોની ખીલવણી અને વ્યવસાયિક તાલીમ પણ આપવામાં આવે છે. બાળક જયારે પુખ્ત થઇ સમાજમાં જાય ત્યારે કોઈની સામે એણે હાથ ના લંબાવવો પડે તે પ્રકારે તેનો ઉછેર કરવામાં આવે છે. દરેક બાળક પોતાના ગામ માટે આદર્શ વ્યક્તિ અને સમાજ માટે જવાબદાર નાગરિક તરીકે પોતાને પ્રસ્થાપિત કરે એવા સંસ્કાર વાત્સલ્યાધામમાં આપવામાં આવે છે. આજે ૨૦૨૧માં અહી ૮૦૦ જેટલા દીકરા-દિકરીઓ જીવન ઘડતર કરી રહ્યા છે.