સમાજમાં અનાથ , તરછોડાયેલા અને ગરીબ બાળકોને શિક્ષણ , સંસ્કાર , જીવનમૂલ્યો અને વ્યાવસાયિક સજ્જતા સાથે દેશની પ્રગતિમાં યોગદાન આપી શકે માટે વસંતભાઈ ગજેરાએ પત્ની ચંપાબેનની પ્રેરણાથી 40 એકરની વિશાળ જગ્યામાં ધામનું નિર્માણ કર્યું .માદરે વતન અમરેલી ખાતે કન્યા કેળવણી માટે અત્યંત નજીવી ફી માં વૈશ્વિક કક્ષાનું શિક્ષણ મળી શકે માટે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલના નિર્માણમાં સિંહ ફાળો આપ્યો .