તત કાર્ય કરવાની ક્ષમતા અને સમર્પણ ભાવથી તમે તમારી મહેચ્છાઓ ફળીભૂત કરી જ શકો.

૨૫ મે ૧૯૫૪માં અમરેલી જિલ્લાના મધ્યમવર્ગીય અને ધાર્મિક ખેડૂત પરિવારમાં શ્રી વસંતભાઈ નો જન્મ થયો, જીવનના પ્રારંભથી જ વસંતભાઈ વિનમ્ર, મજબૂત મનોબળના અને જીવનમાં કંઈક પ્રેરણાદાયક કામ કરવાની ભાવના વાળા હતા. પરિવારની જવાબદારી પોતાના શિરે લઇ માતા-પિતાના આશીર્વાદ સાથે ૧૯૬૮માં સુરત આવી હીરાઉદ્યોગની બારિકીઓ શીખવાનું શરૂ કર્યું. રત્નકલાકાર તરીકે શરૂઆત કરી માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં હીરાની તમામ લાક્ષણીકતાઓ વિશે તેઓ માહિતગાર થઈ ગયા. 1972માં એક સાહસવીર ઉદ્યોગપતિ તરીકે “લક્ષ્મી ડાયમંડ” કંપની ની સ્થાપના સુરતમાં કરી.

લક્ષ્મી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ કંપની પોતાની આગવી શૈલીથી હંમેશા નવી નવી દિશાઓ માં કામ કરી લોકોનો વિશ્વાસ હાંસલ કર્યો. ઉચ્ચ મૂલ્યો અને આગવા દ્રષ્ટિકોણના કારણે અમેરિકા, યુરોપ, મધ્ય અને પશ્ચિમ એશિયામાં નામાંકિત કંપની તરીકે સ્થાન મેળવ્યું. ૧૯૯૫ થી લક્ષ્મી ડાયમંડને પ્રખ્યાત DTC  દ્વારા સાઇડહોલ્ડર તરીકે નિમણૂક મળી. હીરા ઉદ્યોગ ક્ષેત્રે લક્ષ્મી ડાયમંડને અનેક ખ્યાતનામ એવોર્ડસથી સન્માનિત કરવામાં આવી છે. લક્ષ્મી ડાયમંડ એક માનવીય અભિગમ સાથે ઉદ્યોગક્ષેત્રે પ્રખ્યાત કંપની રહી છે.

2003 માં પ્રસ્થાપિત કરેલી ડિઝાઇનર જ્વેલરી બ્રાન્ડ “સિગ્નસ” આજે સમગ્ર દેશમાં ફ્લેગશિપ સ્ટોર્સ, ડિપાર્ટમેન્ટલ સ્પોર્ટ્સ, ઓનલાઈન માર્કેટિંગ ક્ષેત્રે અને પાર્ટનર પોર્ટલ થકી વિશાળ ફલક પર ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં ખ્યાતનામ બ્રાન્ડ એવી “નૂર” અને “ગેબ્રિયલ” પણ ખૂબ સફળતા સાથે કાર્યરત છે. શ્રીવસંતભાઈ દ્વારા રિયલ એસ્ટેટ અને ઔદ્યોગીક સાહસો ક્ષેત્રે વિશ્વાસપાત્ર, ગુણવત્તા સભર અને બેજોડ પ્રદાન કરવામાં આવ્યું છે. જેના થકી ગુજરાત રાજ્યની અર્થવ્યવસ્થાને સારો એવો ટેકો મળી રહ્યો છે.

શ્રી વસંતભાઈ હંમેશા પોતે કમાયેલી સંપત્તિ પોતાના પરિવાર અને પોતાના સમાજને વહેંચવા માટે તત્પર રહે છે. પોતાના માતૃશ્રી શ્રીમતી શાંતાબાની સ્નેહસ્મૃતિમાં ૧૯૯૩માં સ્થાપિત શ્રીમતી શાંતાબેન હરીભાઇ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ આજે વિવિધ 9 કેમ્પસમાં 17 શાળાઓ અને 7 કોલેજો સાથે મેડીકલ કોલેજ અને “વાત્સલ્ય ધામ” (અનાથ અને તરછોડાયેલા બાળકો નું ઘર)નું સંચાલક કરી 50,000 જેટલા વિદ્યાર્થીઓને સર્વાંગી શિક્ષણ થકી જીવનપથ પર સફળતા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.